Pradhan Mantri Suryoday Yojana : સરકાર દ્વારા 1 કરોડ ઘરો પર મફત સોલાર લાગવાનો નિર્ણય

Pradhan Mantri Suryoday Yojana : આપણા દેશમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના પરિવારને જેવો વીજળીની સમસ્યાથી પરેશાન થાય છે જેમાં કે વીજળીનું બિલ વધારે આવવું અને ક્યારેક વીજળી કપાઈ પણ જાય છે. હવે સરકારે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ 1 કરોડ ગરીબ પરિવારોના ઘર ની છત પર સોલાર લગાવવામાં આવશે જેમાં વીજળીની સમસ્યાઓ દૂર થઈ જશે. તો આ લેખમાં જાણીએ કે Pradhan Mantri Suryoday Yojana શું છે તેનો લાભ કોણ લઈ શકે છે તેના માટે જરૂરી દસ્તાવેજો શું છે અને યોજના માટે અરજી કેવી રીતે કરવી? આ બધી વસ્તુ જાણવા માટે તમે આ લેખને અંત સુધી વાંચજો.

Pradhan Mantri Suryoday Yojana

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં હાજરી આપી. ત્યારબાદ અયોધ્યામાંથી પરત ફર્યા પછી તેમણે નવી દિલ્હીમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું વીજ બિલ ઘટાડવા માટે નવીન યોજનાની જાહેરાત કરી. Pradhan Mantri Suryoday Yojana News મુજબ દેશ ઉર્જાની બાબતમાં આત્મનિર્ભર બનશે.

Pradhan Mantri Suryoday Yojana – માહિતી

યોજના નું નામપ્રધાનમંત્રી સૂર્યોદય યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવીકેન્દ્ર સરકાર
યોજના ક્યારે શરૂ કરવામાં આવી22 જાન્યુઆરી 2024
લાભાર્થીગરીબ અને આર્થિક રીતે નબળા પરિવાર
મળવાપાત્ર સહાયઘર ની છત પર સોલર 
સતાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો ઉદેશ્ય શું છે?

આદરણીય વડાપ્રધાન મોદીએ X પર ટ્વિટ કરીને આ યોજનોની જાહેરાત કરી હતી. આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું વીજ બિલ થટી જશે અને દેશને ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવામાં પણ મદદ મળશે.

આ યોજનાનો લાભ કોને કોને મળશે?

વડાપ્રધાન મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી છે તે મુજબ આ યોજનાનો લાભ ભારતના લગભગ 1 કરોડ થી વધારે લાભાર્થીઓને મળશે. વધુ માહિતી નીચે તમે જોઈ શકો છો.

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

આ યોજના માટે અરજી કરવા માટે, કેટલીક લાયકાત પૂરી કરવી પડશે જે નીચે મુજબ છે –

 • અરજદારો ભારતના વતની હોવા જોઈએ,
 • અરજદાર પરિવારની વાર્ષિક આવક ₹1 લાખથી ₹1.50 લાખથી વધુ ન હોવી જોઈએ,
 • પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ.

આ યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ

સોલાર પેનલ એક ફોટોવોલ્ટેઇક પેનલ હોય છે. જે કોઈપણ ઘરની છત પર લગાવી શકાય છે. સૂર્ય દ્વારા ઉર્જા મેળવનાર આ પેનલ મેઇન ઇલેક્ટ્રિસિટી સપ્લાય લાઈન સાથે જોડાયેલ હોય છે. અને ગ્રેડ દ્વારા આવનાર વીજળીના વપરાશમાં ઘટાડો કરે છે. જેના કારણે તેના ઉપયોગ કરનારને વીજળીના બિલમાં રાહત મળે છે.

 • આ યોજનાનો લાભ દેશમાં વસતા કરી તેમજ મધ્યમ વર્ગના કુટુંબને મળશે.
 • આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર એક કરોડ ઘર ઉપર સોલર રૂફટોપ પેનલ સિસ્ટમ લગાવશે.
 • આ યોજનાનો લાભ મેળવનાર લાભાર્થીની ના વીજળીના બિલમાં ઘટાડો થશે જેના કારણે ભારત એ ઊર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બને છે.

સૂર્યોદય સહાય યોજનામાં અરજી કરવા માટેના દસ્તાવેજો

આ યોજનામાં અરજી કરવા માટે નીચેના દસ્તાવેજોની આવશ્યકતા છે :

 • આધાર કાર્ડ
 • સરનામાનો પુરાવો
 • આવક પ્રમાણપત્ર 2024
 • મોબાઇલ નંબર
 • બેંક પાસબુક
 • પાસપોર્ટ સાઇઝનો ફોટો
 • રેશન કાર્ડ 2024+

આ યોજનામાં અરજી કઈ રીતે કરવી?

આ યોજનામાં અરજી કરવા માટે તમે નીચે આપેલા પગલાં ફોલો કરવાના રહેશે :

 • પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના માટે અરજી કરવા માટે તમારે સૌ પ્રથમ https://solarrooftop.gov.in ની વેબસાઈટ ઉપર જવાનું રહેશે.
 • પછી તમારે Apply For Solar Rooftop બટન પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યારબાદ તમારે અરજી કરવા માટે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જેમાં તમારો રાજ્ય અને જિલ્લો પસંદ કરી, વીજળી નું બિલ નંબર નાખવાના રહેશે.
 • વીજળીના બિલની અને તમારી બધી માહિતી ભર્યા બાદ સોલાર પેનલ ની વિગત ભરવાની રહેશે.
 • હવે તમારા છતમાં કેટલા વિસ્તારમાં તમે સોલાર લગાવવા માંગો છો તે લખો.
 • તમારા છતના એરિયાના ક્ષેત્રફળ મુજબ તમારે સોલાર પેનલ પસંદ કરવાની રહેશે.
 • ઉપરની તમામ માહિતી ભર્યા બાદ તમારી અરજી સબમીટ કરવાની રહેશે.
 • આ અરજી કર્યા બાદ સરકાર પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવા માટે 30 દિવસ ની અંદર સબસીડી ની રકમ તમારા બેન્ક ખાતામાં જમા કરશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
Telegram Chennalઅહીં ક્લિક કરો
HomePageઅહીં ક્લિક કરો

Leave a Comment