Mafat silai mashin yojana 2024 : યોજના અંતર્ગત સરકાર આપશે મહિલાઓને ફરી સિલાઈ મશીન

Mafat silai mashin yojana 2024 : પ્રધાનમંત્રી સિલાઈ મશીન યોજના એ એક સરકારી કાર્યક્રમ છે જે આર્થિક રીતે વંચિત અને કામ કરતી મહિલાઓને મફત સિલાઈ મશીન પ્રદાન કરે છે. આ મશીનથી તેઓ ઘરેથી કામ કરવાનું શરૂ કરી શકે છે. આ યોજના એવી મહિલાઓ માટે ખુલ્લી છે જેઓ ફરીથી કાર્યબળમાં પ્રવેશ કરવા માંગે છે. રાજ્ય દીઠ કુલ 50,000 મહિલાઓ આ કાર્યક્રમ માટે પાત્ર છે.આ યોજનાનો લાભ ગ્રામીણ અને શહેરી બંને મહિલાઓ મેળવી શકે છે. અરજી કરવા માટે, અરજદારે આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર, આવકનો પુરાવો, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઇલ નંબર આપવો આવશ્યક છે. જો અરજદાર વિકલાંગ હોય અથવા વિધવા હોય, તો તેઓએ સંબંધિત દસ્તાવેજો પણ આપવાના રહેશે.

Mafat silai mashin yojana 2024

Mafat silai mashin yojana 2024 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ ફ્રી સિલાઈ મશીન યોજના 2024નો ઉદ્દેશ્ય મહિલાઓને રોજગારીની તકો અને આવક કમાવવાનું માધ્યમ પ્રદાન કરીને સશક્તિકરણ કરવાનો છે. આનાથી નાણાકીય સહાય માટે તેમની અન્યો પર નિર્ભરતા ઘટશે. આ લેખમાં, અમે યોજનાની પાત્રતા, જરૂરી દસ્તાવેજો, લાભો, ઉદ્દેશ્યો અને અરજી પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી પ્રદાન કરીશું. આગળ આ લેખમાં આ યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Read Also ➜  Pradhan Mantri Suryoday Yojana : સરકાર દ્વારા 1 કરોડ ઘરો પર મફત સોલાર લાગવાનો નિર્ણય

Mafat silai mashin yojana 2024 – Details

યોજનાનું નામMafat silai mashin yojana 2024
અમલીકરણ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી
ઓથોરિટી કેન્દ્ર સરકાર
સંકળાયેલ મંત્રાલયો નાણા મંત્રાલય અને મહિલા વિકાસ મંત્રાલય
ઉંમર મર્યાદા 18 થી 40 વર્ષ
કવરેજ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારો
કુલ લાભની રકમ ₹12000/-

મફત સિલાઈ મશીન યોજનાનો ઉદેશ્ય

આ ફ્રી સિલાઈ મશીન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની મહિલાઓ પોતે આત્મનિર્ભર બને અને પોતાનો નાનકડો વ્યવસાય શરૂ કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવી શકે… એ હેતુથી ખાસ આ યોજના અમલમાં મુકવામાં આવી છે. જોકે દેશની મહિલાઓના ઉત્કર્ષ માટે આવી તો ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. પણ, અંહી આપણે એમાથી એક મહત્વની યોજના “મફત સિલાઈ મશીન યોજના વિશે જરૂરી માહિતી મેળવીશું.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

 • આ સ્કીમ હેઠળ અરજી કરનાર મહિલાઓની ઉંમર ૧૬ વર્ષ થી ૬૦ વર્ષની હોવી જોઈએ.
 • અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
 • આ યોજના હેઠળ માત્ર દેશની આર્થિક રીતે નબળી મહિલાઓ જ પાત્ર બનશે.
 • આ યોજનામાં વિધવા અને વિકલાંગ મહિલાઓ પણ સામેલ થઈ શકે છે અને તેનો લાભ લઈ શકે છે.

ફ્રી સિલાઈ મશીન યોજનામાં મળવાપાત્ર લાભ

 • ફ્રી સિલાઈ મશીન યોજના – યોજનાના નામ પ્રમાણે જ અંહી સિલાઈ મશીન ફ્રીમાં આપવામાં આવે છે.
 • ગરીબ એવી મહિલાઓને આ યોજનાનો લાભ મળતાં ઘરે સીવણ કામ કરી શકશે અને બીજે ક્યાય મજૂરી કરવા જવું નહીં પડે.
 • નબળા એવા વર્ગની પરિસ્થિતિમાં ઘણો સુધારો આવશે.
 • મહિલાઓને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરશે.
 • રોજગારી પ્રાપ્ત થવાથી દેશની મહિલાઓને પ્રોત્સાહન મળશે, સ્વમાન અનુભવશે.
Read Also ➜  Ayushman Health Card Download @pmjay.gov.in

આ યોજનામાં અરજી કરવા માટેના દસ્તાવેજો

આ યોજનામાં અરજી કરવા માટે નીચે મુજબના દસ્તાવેજોની જરૂરિયાત પડશે :

 • અરજદારનું આધાર કાર્ડ
 • જન્મ પ્રમાણપત્ર
 • રેશન કાર્ડ
 • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / લીઝ એગ્રીમેન્ટ / ચૂંટણી કાર્ડ / પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજોમાંથી કોઈપણ એક)
 • મોબાઇલ નંબર
 • વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
 • અભ્યાસના પુરાવા
 • વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો
 • જો અક્ષમ હોય તો અપંગ તબીબી પ્રમાણપત્ર
 • જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર

મફત સિલાઈ મશીન યોજના માટે અરજી કઈ રીતે કરવી?

મફત સિલાઈ મશીન યોજના માટે અરજી કરવા માટેના તમામ જરૂરી દસ્તાવેજો નીચે પ્રમાણે આપેલા છે :

 • સૌપ્રથમ Google માં “e-Kutir Portal” ટાઈપ કરવાનું રહેશે.
 • જેમાં કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગની અધિકૃત વેબસાઈટ e-Kutir Portal ખૂલશે.
 • E-Kutir Portal પર ક્લિક કરતાં હવે “માનવ કલ્યાણ યોજના” પહેલી યોજના દેખાશે.
 • E Kutir Portal પર જો તમે અગાઉ User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.
 • લોગીન કર્યા બાદ માનવ કલ્યાણ યોજનાની નામની અલગ-અલગ યોજના બતાવશે..
 • જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં “વ્યક્તિગત માહિતીમાં તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું રહેશે.
 • હવે ખાસ તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખીને “સિલાઈ મશીન કીટ સહાય” માટે અરજી સિલેક્ટ કરવાનું રહેશે.
 • દરજી કામ માટે સિલાઈ મશીન માટે તમે જે અભ્યાસ કર્યો હોય તે પ્રમાણપત્ર તથા અનુભવના પ્રમાણપત્રોની વિગતો દાખલ કરો.
 • અરજદારે હવે આધારકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ, BPL ના ડોક્યુમેન્ટે અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે Document Upload કરવાના રહેશે.
 • ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને “Confirm Application” ક્લિક કરવાનું રહેશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

FAQs For ફ્રી સિલાઈ મશીન યોજના

1. PM ફ્રી સિલાઈ મશીન યોજના શું છે?

જવાબ : આ એક સરકારી યોજના છે જે આર્થિક રીતે નબળી મહિલાઓને ઘર-આધારિત રોજગાર માટે મફત સિલાઈ મશીન પ્રદાન કરે છે.

Read Also ➜  PM Namo Shri Yojana Gujarat 2024 | નમો શ્રી યોજના 2024

2. ફ્રી સિલાઈ મશીન યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?

જવાબ : રોજગારીની તકો અને નાણાકીય સ્વતંત્રતા આપીને મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવા.

3. Mafat silai mashin yojana 2024 પાત્રતાના માપદંડ શું છે?

જવાબ : ભારતીય નાગરિકતા, 20 થી 40 વર્ષની વચ્ચેની ઉંમર, આર્થિક રીતે નબળા, પતિની આવક 12,000 રૂપિયાથી વધુ ન હોય, વિધવાઓ અને અપંગ મહિલાઓ.

4. શું પ્રતિસાદ અને ફરિયાદો ઓનલાઈન સબમિટ કરી શકાય છે?

જવાબ : હા, યોજનાની સત્તાવાર વેબસાઇટ દ્વારા.

Leave a Comment