Gyan Sadhana Scholarship 2024 | જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024

Telegram Group Join Now

Gyan Sadhana Scholarship 2024 : ગુજરાત સરકારે રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને સુંદર બનાવવા માટે આર્થિક રીતે નબળા પરિવારોના રાજ્યના વિદ્યાર્થીઓ માટે Gyan Sadhana Scholarship 2024 ની શરૂ કરી છે. ધોરણ IX થી XII માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ યોજનામાંથી નાણાકીય સહાય મળે છે. આ સમગ્ર લેખમાં, અમે સ્કોલરશીપ વિશેની તમામ માહિતીની ચર્ચા કરીશું. હું આશા રાખું છું કે તમે લેખને અંત સુધી વાંચશો.

Gyan Sadhana Scholarship 2024

ગુજરાત સરકાર દ્વારા સારી આર્થીક સ્થિતી ન ધરાવતા અને હોંશીયાર વિદ્યાર્થીઓને અભ્યાસ મા સહાય માટે RTE ADMISSION 2024 જેવી યોજનાઓ દ્વારા સહાય આપવામા આવે છે. આવી જ એક નવી યોજના સરકાર દ્વારા જાહેર કરવામા આવી છે જેનુ નામ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે. આ યોજનામા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધી દર વર્ષે સહાય સ્કોલરશીપ આપવામા આવે છે.

Gyan Sadhana Scholarship 2024 – Details

આર્ટીકલનું નામGyan Sadhana Scholarship 2024
કોના દ્વારા શરૂ કરવામાં આવીગુજરાત રાજ્યના મુખ્યમંત્રી
લાભાર્થીઓવર્ગ IX થી XII ના બાળકો
એપ્લિકેશન મોડઓનલાઇન
એપ્લિકેશન ચાર્જકોઈ ચાર્જ નથી
લાભદર વર્ષે રૂ. 20,000 થી રૂ. 25,000 સુધીની રકમ
સત્તાવાર વેબસાઇટhttp://www.sebexam.org
Gyan Sadhana Scholarship 2024

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાનો ઉદેશ્ય

આ જ્ઞાન સાધના સ્કોલરશીપ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓને તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે. કુલ 25 હજાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળશે. સરકારી શાળાઓ અને ખાનગી શાળાઓમાં અભ્યાસ ચાલુ રાખનારને પણ સ્કોલરશીપ મળશે. સ્કોલરશીપની રકમ દર વર્ષે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

Gyan Sadhana Scholarship 2024 આ સ્કોલરશીપ યોજના મા સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓની પરીક્ષા દ્વારા પસંદગી કરવામા આવશે. જેના માટે નીચેની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે.

  • સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામા ધોરણ 1 થી 8 સળંગ અભ્યાસ કરી ધોરણ 8 ઉતિર્ણ કરેલ હોય.
  • અથવા RTE ADMISSION યોજના હેઠળ સ્વનિર્ભર શાળામા ધોરણ 1 મા પ્રવેશ મેળવી ધોરણ 8 સુધી અભ્યાસ કરેલ હોય.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં મળવાપાત્ર લાભ

આ યોજનામા વિદ્યાર્થીને નીચે મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર છે.

  • ધોરણ 9 અને 10 મા વાર્ષિક રૂ. 20000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.
  • ધોરણ 11 અને 12 મા વાર્ષિક રૂ. 25000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના :ગુણ ભાર 

  • પ્રશ્ન પત્ર કુલ 120 ગુણનુ હશે
  • સમય 150 મિનિટ હશે.
  • જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા પેપર ગુજરાતી/અંગ્રેજી ભાષામા હશે
  • વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી માધ્યમ મા આ પરીક્ષા આપી શકે છે.

અરજી કઈ રીતે કરવી?

  • મુખ્યમંત્રી જ્ઞાનસાધના યોજનામાં સૌથી પહેલા વિદ્યાર્થીએ સ્કોલરશીપ પરીક્ષા માટે ઓનલાઇન એની સત્તવાર વેબસાઇટ પર જઇને ફોર્મ ભરવાનુ હોય છે.
  • જેની ઓફિશિયલ વેબસાઇટ https://gssyguj.in/ છે ફોર્મ ભરવા જેની મુલાકાત લ્યો અને ઓનલાઇન ફોર્મ ભરો.
  • ત્યાર પછી ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓની રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લેવામા આવશે.
  • આ પરીક્ષા તા. 31-3-2024 ના રોજ લેવામા આવશે.
  • ત્યારપછી મેરીટ ના આધારે પ્રોવિઝનલ સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવશે.
  • ત્યારપછી પસંદ થયેલા વિદ્યાર્થીઓ એ પોતાના ડોકયુમેન્ટ અને અન્ય પુરાવા ઓનલાઇન અપલોડ કરવાના હોય છે.
  • ત્યારપછી જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીના ડોકયુમેન્ટ ની ચકાસણી કરવામા આવશે.
  • ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને ફાઇનલ સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવે છે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
Gyan Sadhana Scholarship 2024
Telegram Group Join Now

Leave a Comment

Exit mobile version